Samaj Bandharan

શ્રી બેતાલીસ દશા હુંમળ દિગમ્બર જૈન ચોખલા પંચ “બંધારણ”
૧) નામ : આ સમાજ “શ્રી બેતાલીસ દશા હુંમળ દિગમ્બર જૈન ચોખલા પંચ”તરીકે ઓળખાશે.

૨) કાર્યાલય : આ સમાજનું કાર્યાલય જે-તે સમયના પ્રમુખશ્રીઅથવા મંત્રીશ્રીની અનુકુળતા અનુસાર તેઓ નક્કી કરશે ત્યાં રહશે.

૩) હેતુ :
(૧) શ્રી બેતાલીસ દશા હુંમળ દિગમ્બર જૈન ચોખલા પંચના સર્વે સભ્યો પોતાનું જીવન શાંતિથી, શિસ્તથી અને સંયમથી એકતાપૂર્વક રહે અને બીજાને માર્ગદર્શન રૂપ બની રહે તેવી ભાવના કેળવવાનો રહેશે.

(૨) સમાજનાસર્વે સભ્યોનો ધાર્મિક, આર્થિક, સામાજિક, ઓધ્યોગિક અને કેળવણી તથા આરોગ્ય વિષયક પ્રગતિ કરવાનો રહેશે.

(૩) સમાજના વ્યક્તિઓનું વૈવાહિક જીવન સુખી – સંપન્ન રહે તથા સમાજ રચના કન્યા લેવડ-દેવડ અને તેનું હિત જળવાય તે જોવાનું રહેશે.

(૪) સામાજિક વિવિધ પ્રસંગો, રીવાજો અંગે સમયઅનુસાર માર્ગદર્શન પુરૂ પાડવાનું રહેશે.

(૫) સમાજનો (જ્ઞાતિનો) ઈતિહાસ તેમજ તે અંગેનું સાહિત્ય જળવાઈ રહે તેવો પ્રબંધ કરવાનો રહેશે.

૪) સભ્યપદ :

(૧) શ્રી ભગવાન મહાવીર સ્વામી દ્વારા પ્રરૂપિત અને આચાર્ય ભગવાન શ્રી કુંડકુંડ દેવ કથિત શુધ્ધ તેરાપંથી આમ્નાય દિગમ્બર નિર્ગ્રંથ મુનીશ્રીઓને માનતો તથા તેમના ઉપદેશેલા ધર્મને પાળનાર “શ્રી બેતાલીસ દશા હુંમળ દિગમ્બર જૈન ચોખલા પંચ” નો વ્યક્તિ સભ્ય થઇ શકશે.

(૨) સમાજના સભ્યોમાંના કુટુંબની હરકોઈ વ્યક્તિ પુખ્ત થયેથી તે આપોઆપ સમાજની સભ્ય ગણાશે.

(૩) કલમ-૪

(૧) ના આધારે કોઈપણ પુખ્ત (ઊંમર ૧૮ વર્ષ ઉપર) વ્યક્તિ “શ્રી બેતાલીસ દશા હુંમળ દિગમ્બર જૈન ચોખલા પંચ” સમાજ દ્વારા નિયત કરેલ ફોર્મમાં સભ્ય થવા માટે અરજી કરે તો તેસમાજની કારોબારી સમિતિની મિટીંગમાં મંજૂર થયેથી તે વ્યક્તિનું સભ્યાસ્પદ મંજૂર થયેલ ગણાશે.

(૪) સમાજના વર્તમાન તથા ભવિષ્યમાં નવીન થનાર સભ્યોએ સમાજના જે-તે સમયના રીત-રીવાજો અને નિયમોનું પાલન કરવાનું રહેશે.

૫) જનરલ પંચ:

(૧) શ્રી બેતાલીસ દશા હુંમળ દિગમ્બર જૈન ચોખલા પંચના સમસ્ત સભ્યોનું ગણાશે.

(૨) સામાન્ય રીતે જરૂર જણાશે તો દર વર્ષે એક વખત મળશે.

(૩) દર પાંચ વર્ષે જનરલ પંચના સભ્યોમાંથી કમિટીના મેમ્બરોની નિમણુક કરશે.

(૪) કમિટીના મેમ્બરોમાંથી પ્રમુખ, મંત્રી, ખજાનચીની નિમણુંક કરશે. જેની મુદત પાંચ વર્ષની રહેશે.

(૫) જનરલ પંચ સમાજના આશ્રિત સંસ્થાઓના વહીવટ કરનાર કમિટીઓની નિમણુંક કરશે.

૬) કારોબારી સમિતિ:

(૧) ગામ કે શહેરમાં વસતા સાત ઘર દીઠ એક પરંતુ ઓછામાં ઓછા ગામવાર એક સભ્યોની બનેલી સમિતિ એ કારોબારી સમિતિ તરીકે ઓળખાશે.

(૨) કારોબારી સમિતિની મુદત પાંચ વર્ષની રહેશે.

૭) કારોબારી સમિતિનું કાર્ય:

(૧) સમાજના પ્રવર્તમાન નિયમોનુંઉલ્લંઘન થશે તો તેનો યોગ્ય નિકાલ કરશે.અને સમાજનું સંગઠન વધુ દ્રઢ બને તે જોવાનું રહેશે.

(૨) સમાજના કારોબારી સભ્યોએ મિટિંગ સમયે ગામ કે સહેરના તમામ સભ્યોનો અભિપ્રાય કે સુચન મેળવીને આવવાનું રહેશે અને તેની રજૂઆત મિટીંગમાં કરવાની રહેશે.

(૩) કારોબારી સમિતિના કૂલ સભ્યોના ૧/૩ સભ્યોની હાજરી કોરમ માટે જરૂરી ગણાશે. જોકોરમ નહિ થાય તો અડધા કલાક પછી કારોબારીની મિટિંગ મળશે, તે દરેકને બંધનકર્તા રહેશે. કોરમ ના થાય તે મિટિંગમાં એજંડા સિવાયના કામ લેવાશે નહિ.

(૪) કારોબારી સમિતિ કોઈપણ નિર્ણય સર્વાનુમતે અથવા બહુમતીથી લેવા પ્રયત્નશીલ રહેશે. આમ છતાં મતદાનની જરૂર જણાય તો અને સરખા મત પડે તો પ્રમુખશ્રીને વધુ એક મત આપવાની સત્તા રહેશે.

(૫) પંચ આશ્રિત સંસ્થાઓનો તથા પંચનો નાણાકીય વ્યવહાર કારોબારી સમિતિને જવાબદાર રહેશે. તેથી જે-તે આશ્રિત સંસ્થાઓએ વખતોવખત સદર હિસાબ કારોબારી સમિતિ સમક્ષ રજુ કરી મંજુર કરાવવાનો રહેશે.

(૬) સમાજનો સામાજિક વ્યવહાર યોગ્ય રીતે ચાલે અને સમાજના દરેક સભ્યનું હિત જળવાય તે રીતે વખતો વખત સમાજ માટે નિયમો, યોગ્ય રીત – રીવાજોનં ધોરણ નક્કી કરશે અને જરૂર જણાય તેમાં સુધારા-વધારા કરી શકાશે.

૮) પ્રમુખશ્રી / મંત્રીશ્રીની ફરજો:

(૧) પંચ સંબંધનો પત્ર વ્યવહાર કરશે.

(૨) કારોબારી સમિતિ / જનરલ પંચની મિટિંગ માટે સ્થળ, તારીખ, સમય, એજેન્ડા નક્કી કરી સભ્યોને પત્રથી જાણ કરવી તથા તે અંગેની વ્યવસ્થા કરવી.

(૩) આવેલ પ્રસ્તાવો તથા સૂચનો પરથી એજેન્ડા તૈયાર કરી કારોબારી સમિતિ અગરપંચની બેઠકની જાણ કરવાની રહેશે.

(૪) પંચના આવક-જાવકનો હિસાબ ખજાનચીના સહકારમાં રહીને તૈયાર કરાવશે.

(૫) દર વર્ષની પંચની પ્રવૃત્તિ અને હિસાબ રજુ કરશે.

૯) ખજાનચીની ફરજો:

(૧) સમસ્ત પંચના નાણાનો વહીવટ ખજાનચી પાસે રહેશે, ખજાનચી પાસે વધુમાં વધુ રુ. ૧૦૦૦૦/- (દસ હઝાર) સિલક રહેશે, વધારાની રકમ બેંકના ખાતામાં અગર ફિક્સ તરીકે જમા મુકશે. બેંકના વહીવટ માટે પ્રમુખ્શી, મંત્રીશ્રી, અને ખજાનચી એમ ત્રણ વ્યક્તિઓના નામે ખાતું ખોલવવાનું અને તે ત્રણ પૈકી ગમે તે બે વ્યક્તિની સંયુક્ત સહીથી ખાતાની લેવડ-દેવડ કરવાની રહેશે અને દર વર્ષે જનરલ પંચની મિટિંગ મળે ત્યારે સમગ્ર હિસાબ રજુ કરવાનો રહેશે. આ વહીવટ “જ્ઞાતિ ફંડ” ના નામથી ઓળખાશે.

૧૦) પંચની સામાન્ય બેઠક અને અક્રોબરી બેઠક અંગે:

(૧) શ્રી ચોખલા પંચની મિટિંગ બોલાવવાની જરૂર પડે તો પ્રમુખશ્રી / મંત્રીશ્રીએ કારોબારી સભ્યોનો અભિપ્રાય મેળવી પંચની મિટિંગ બોલાવવી. કોઈ સંજોગોમાં પ્રમુખશ્રી મિટિંગ ના બોલાવે તો કારોબારીના સભ્યો પૈકી સાત વ્યક્તિઓની સહીથી કારોબારીની મિટિંગ બોલાવવી અને કારોબારીને જરૂર જણાય તો તે જનરલ પંચની મિટિંગ બોલાવી શકાશે અને આવા પ્રસંગે પ્રમુખશ્રી / મંત્રીશ્રીને પણ હાજર રેહવા જણાવી શકશે.

(૨) પંચની કારોબારીની મિટીંગમાં મેમ્બરો સિવાય કોઈએ બોલવું નહિ અને કોઈ સભ્યોને બોલવું હોય તો પ્રમુક્શ્રી / મંત્રીશ્રીની રજા લઈને બોલવું.

શ્રી બેતાલીસ દશા હુંમળ દિગમ્બર જૈન ચોખલા પંચના બંધારણ અન્વયે સમાજના સભ્યોએ ધારાધોરણ પાળવા નક્કી થયેલ નિયમો વેવિશાળ / લગ્ન સંબંધે:

૧) વેવિશાળ કરતી વખતે કન્યાની તથા છોકરાની ઓછામાં ઓછી ઉંમર ૨૦ વર્ષની હોવી જોઈએ. સૌએ પોતપોતાની નૈતિક જવાબદારી સમજીને વેવિશાળ કરવા.

૨) વેવિશાળવિધિ (શ્રીફળવિધિ) કરતી વખતે જમાઈને કન્યાપક્ષ તરફથી રૂ.૨૦૧/- તથા (કુદરતી) શ્રીફળ આપવું.

૩) વેવિશાળવિધિ (શ્રીફળવિધિ) કરવા કન્યાપક્ષ તરફથી ૧૧ (અગિયાર) વ્યક્તિએ જવું.

૪) કન્યા આપણા સમાજ (પંચ) બહારથી લાવવા અગર આપવાનો પ્રસંગ ઊભો થાય તો પંચ અગર કારોબારીની અગાઉથી મંજુરી લઈને જ બીજા દિગમ્બર સમાજમાંથી જ લાવવી અગર આપવી (મેજર લાવવું જરૂરી છે). મંજુરી મેળવા માટે ઓછામાંઓછા એક મહિના પેહલા અરજી કરવાની રહેશે. મંજુરી સિવાય ધૂમધામથી લગ્ન કરશે તો રૂ. ૧૫૦૦૧/- + સમૂહલગ્નનો નકરો જ્ઞાતિ ફંડમાં આપવાના રહેશે અને મંજુરી લઇ સાદાઈથી લગ્ન કરશે (કંકોત્રી છપાવ્યા વગર, જમણવાર કે કોઈપણ જાતના ફંકશન લગ્ન પેહલાં કે પછી કર્યા સિવાય) તો પણ (ફક્ત) તેને સમૂહલગ્નનો નકરો સમાજમાં આપવાનો રહેશે.

૫) વેવિશાળ રાજીખુશીથી છુટો કરવાનો પ્રસંગ થાય તો બન્ને પક્ષકારોએ સમાજના નિયત કરેલ ફોર્મમાં સહી તથા રૂ૨૫૦૧/- (પચ્ચીસો એક) ભરીને પ્રમુખશ્રી / મંત્રીશ્રી સમક્ષ અરજી કરવાની રહેશે. બન્ને પક્ષકારોની સહી તથા ઉપરોક્ત રકમ સાથે અરજી માળેથી વેવિશાળ રદ થયેલ ગણાશે.પરંતુ વેવિશાળ છુટો કરવા માટે એક પક્ષકારની સહીથી અરજી આવશે તો કારોબારી સમિતિમાં બંધારણભંગનો પ્રકાર જોઈ તેનો યોગ્ય નિર્ણય કરશે.

૬) સમાજનો કોઈપણ છોકરો જયારે સમાજ બહારથી ભાણેખપતી દિગમ્બર જૈન સિવાયની કન્યા સાથે સાદાઈથી (કલમ નં ૪ પ્રમાણે) લગ્ન કરશે તો તેને રૂ.૫૦૦૧/- (પાંચ હઝાર એક) પુરા અને સમૂહલગ્નનો નકરો ભરવાનો રહેશે અને તે સિવાયની કન્યા સાથે સાદાઈથી લગ્ન કરશે તો તેને રૂ.૮૦૦૧/- (આઠ હઝાર એક) અને સમૂહલગ્નનો નકરો સમાજના જ્ઞાતિફંડમાં ભરવાનો રહેશે. અને જો આ લગ્ન ધૂમધામથી કરવામાં આવશે તો ઉપરોક્ત રકમ ઉપરાંત રૂ.૧૫૦૦૧/- (પંદર હઝાર એક) વધારાના જ્ઞાતિફંડમાં ભરવાના રહેશે અને જો સમાજની કન્યા દિગમ્બર જૈન સિવાયના છોકરા સાથે વાલીની સંમતીથી લગ્ન કરશે તો કલામની શરૂઆતમાં જણાવેલ છોકરાને લાગુ પડતી ભાણેખપતી કે નખપતિ તેમજ ધૂમધામથી લગ્ન વાડી કલમ લાગુ પડશે.

૭) સમાજમાંથી કોઈપણ વ્યક્તિની સમાજ બહારથી દિ. જૈન કન્યા લાવવાનો પ્રસંગ ઊભો થાય તો તે વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી ૨૫ (પચ્ચીસ) વર્ષની હોવી જરૂરી છે અને તે સમાજની મંજુરી મેળવીને સાદાઈથી લગ્ન કરી શકશે. નહિ તો કલમ નં ૬ લાગુ પડશે.

૮) વેવિશાળ કર્યા પછી વસંતમાં વરપક્ષ તરફથી હેમતોલા બે તથા ચાંદીની સેરો જોડ-૧ આપવી. વસંત આપવા બે વ્યક્તિએ જવું. કન્યાપક્ષ તરફથી વસંતના પ્રસંગે બધા મળીનેરૂ.૨૫૧/- (બસો એકાવન) થી વધુ ચાંલ્લો આપવો નહિ.

૯) લગ્નનું પૂછવા અગર દાગીનાનું માપ લેવા તથા લગ્નનું મુહુર્ત જોવડાવવા બે વ્યક્તિએ જવું અને ત્યારે કુલ રૂ.૨૦૧/- (બસો એક) ચાંલ્લો આપવો.

૧૦) લગ્ન પ્રસ્નાગે કન્યાપક્ષ પાસેથી વરપક્ષવાળાએ કોઈપણ જાતનું ભાડું અગર ખર્ચ લેવો નહિ.

૧૧) સમૂહલગ્ન હોય તે વર્ષમાં કોઈપણ વ્યક્તિને વેવિશાળ કરેલી કન્યા સાથે સંજોગોવશાત સાદાઈથી લગ્ન કરવું હશે તો પંચના પ્રમુખશ્રીની લેખિત મંજુરી લેવી પડશે અને મંજુરી માળેથી સાદાઈથી લગ્ન કરી શકશે અને સમૂહલગ્નના નકરની રકમ મંજુરી લેતી વખતે અગાઉ આપવાની રહેશે.રકમ ભર્યા બાદજ લગ્ન સાદાઈથી કરી શકાશે. સાદાઈથી લગ્ન કરનારે કોઈપણ જાતનું ફંકશન, મેળાવડો કે જમણવાર લગ્ન પેહલાં કે પછી કરી શકાશે નહી અને કંકોત્રી પણ છપાવી શકાશે નહિ.

૧૨) જે વ્યક્તિ સમાજ તરફથી યોજાનાર સમૂહલગ્નમાં ન જોડાય અને લગ્ન સમારંભ પહેલાં પ્રમુખશ્રીની મંજુરી મેળવ્યા બાદ ધામધુમથી લગ્ન કરશે તો તેને રૂ.૧૩૦૦૧/- (તેર હઝાર એક) + સમૂહલગ્નનો નકરો જ્ઞાતિફંડમાં ભરવાનો રહેશે અને ધામધુમથી લગ્ન કરવાની મંજુરી અગાઉથી મેળવેલી નહિ હોય તો રૂ.૧૫૦૦૧/- (પંદર હઝાર એક) + સમૂહલગ્નનો નકરો ભરવાનો રહેશે. સદર રકમ બન્નેપક્ષોએ અલગ-અલગ ભરવાની રહેશે.

૧૩) આપણા સમાજની કોઈપણ યુવક કે યુવતી ધંધાર્થે કે આભ્યાસઅર્થે વિદેશમાં રહેતી હોય અને તે સમાજ તરફથી યોજાનાર સમૂહલગ્નમાં જોડાઈ શકે તેમ ન હોય તો તે સમાજના પ્રમુખશ્રીની મંજુરી લઇ સમૂહલગ્નનો નકરો જ્ઞાતિફંડમાં ભરીને અલગથી લગ્ન લઇ શકાશે.

૧૪) મામેરાની પલ્લાની છાબના રૂ.૧૦૧/- (એકસો એક) આપવા.

૧૫) પલ્લામાં વરપક્ષ તરફથી હેમતોલા ૭ (સાત) (વસંત સાથે), પગની ચાંદીની સેરો જોડ -૧, માંડિયો -૧, માંન્દીયાની સાદી -૧, દર્પણ-૧, દાગીના મુકવાની ડબી-૧, કંકુ, નાદાસરી આપવી.

૧૬) પહેરામણીમાં કન્યાપક્ષ તરફથી નીચે મુજબ આપવું.
કંકુ, નાડાસદી, કંકાવટી, પાવલી ઢાંકણા સાથે, ગોળી ઢાંકણા સાથે, બેડું ઢાંકણા સાથે, ડોલ, કથરોટ, થાળી-૬, વાટકી-૬, લોટા પ્યાલા જોડ-૨, તપેલી – ૩ ઢાંકણા સાથે, બોઘાણું, મોરંટાની સાદી, ખુરશી -૨, લાકડાના વેલણ-૨, અને ચાંલ્લાના રૂ.૧૦૧/- (એકસો એક) આપવા.
૧૭) લગ્ન પ્રસંગે રીતોભાતોનો કોઈ હિસાબ સમજવાનો રેહતો નથી. ફક્ત બન્ને પક્ષો તરફથી પગેપરણું, ખોળાની રકમના જે પૈસા આવ્યા હોય તે એકત્ર કરી કન્યા પક્ષની સંમતિથી વરકન્યાના નામે જમા મુકવા.

૧૮) સમૂહલગ્નના સ્થાનેકોઈએ દારૂખાનું લાવવું નહિ અને ફોડવું નહિ. લગ્નમંડપમાં અલગથી બેન્ડ/બગી/ડોલી સમૂહલગ્નના સ્થળે લાવવા નહિ તથા લગ્નચોળીમાં અલગથી કોઈ સમજાવત કરવી નહિ. આણા વગેરે સંબંધે:

૧૯) કન્યાપક્ષ તરફથી લગ્ન પછી કન્યાને તેડવા જવાનું આણું સદંતર બંધ કરવામાં આવેલ છે.

૨૦) લગ્નપ્રસંગે અણવરને (કન્યા સાથે આવેલ હોય તો તેને) રૂ.૧૦૧/- (એકસો એક) ચાંલ્લો આપવો.

૨૧) જીયાણાના આણા વખતે કુલ ૨૧ માણસે લઇ જવા તથા તેડાવવાના રહેશે.

૨૨) જીયાણાના આણા વખતે ચાંલ્લો વેવાઈને રૂ. ૨૦૧/- (બસો એક) તથા આવનાર છોકરાને રૂ.૨૧/- થી ૫૧/- (એકવીસ થી એકાવન) આપવાના રહેશે.

૨૩) સીમંત વખતે કન્યા પક્ષ તરફથી બે માણસોએ જ જવું અને રાખડીના રૂ.૨૫૧/- (બસો એકાવન) અને ઘરમાં ચાંલ્લાના રૂ.૩૫૧/- (ત્રણસો એકાવન) આપવાના રહેશે. તથા વરપક્ષ તરફથી સામે ચાંલ્લો બધો મળીને રૂ.૭૦૧/-(સાતસો એક) આપવાનો રહેશે.

૨૪) કન્યાપક્ષ તરફથી પગલાં લઈને બે માણસોએ જવું અને વરપક્ષ તરફથી બધા મળીને રૂ. ૩૦૧/- (ત્રણસો એક) ચાંલ્લાના આપવા.

૨૫) વરપક્ષ તરફથી કન્યાપક્ષવાળાને ત્યાં રમાડવા તેડાવે તો પાંચ માણસો એ જવું અને કન્યાપક્ષ તરફથી બધા મળીને રૂ.૫૦૧/- (પાંચસો એક) ચાંલ્લાના આપવા. સામાન્ય પ્રસંગો સંબંધે:

૨૬) નાની-મોટી તથા શ્રી સમ્મેદશિખરની યાત્રાએ ગયા પછી વળતો ચાંલ્લો (વાસણ કે રોકડા કે કોઈપણ વસ્તુ) આપવાનું સદંતર બંધ કરવામાં આવે છે.

૨૭) લોકાચાર જવા માટે એક જ મીતી નક્કી કરી જણાવવું, મીતી સિવાય કોઈએ લોકાચાર જવું નહિ. શોકના પ્રસંગે સફેદ સાડી જ પહેરવી.

૨૮) સ્ત્રી વિધવા થાય ત્યારે કોઈએ પિયરમાં મો વારવા જવું નહિ. મો વારવા જવાનું સદંતર બંધ કરવામાં આવે છે.

૨૯) સ્ત્રી વિધવા થાય ત્યારે માથે નાખવાની રકમ રૂ.૩૦૧/- (ત્રણસો એક) નાખવા. કોઈપણ વ્યક્તિના મરણ પાછળ તેના પરિવાર તરફથી સગા-સંબંધીને રોકડ રકમ આપવાનું સદંતર બંધ કરવામાં આવે છે.

૩૦) સમાજના બંધારણનું ઉલ્લંઘન કરનારને સમાજની મીટીંગમાં ત્રણ વખત ટપાલ લખવા છતાં મીટીંગમાં નહિ આવે તો તેને મીટીંગના સભ્યો જે નિર્ણય લેશે તે તેને બંધનકર્તા રહેશે.

૩૧) સમાજમાં આપવાની થતી રકમ નક્કી થયેથી બે માસમાં ભરવાની રહેશે. ત્યાર બાદ સવાઈ રકમ આપવી પડશે.

૩૨) ઉપરના નિયમોનો કોઈ વ્યક્તિ ભંગ કરે તો જે તે ગામના કારોબારીના સભ્યોએ પંચના પ્રમુખ / મંત્રીને લેખિત જાણ કરવી.

૩૩) સમાજના પ્રમુખશ્રી / મંત્રીશ્રી ઉપર નામ તથા સરનામા વગરની કોઈપણ અરજી આવે તો તેને ધ્યાનમાં લેવામાં આવશે નહિ.

૩૪) સમાજના બંધારણના નિયમોના ઉલ્લંઘન કરનારને પ્રમુખશ્રી / મંત્રીને જાણ થાય તો તે પોતે નોટીસ મોકલી બંધારણમાં જણાવેલ નિયમ મુજબ રકમ મંગાવી શકાશે.

શ્રી બેતાલીસ દશા હુમ્મળ દિગમ્બર જૈન ચોખલા પંચની તા. ૨૬/૦૯/૨૦૧૦, રવિવાર ના રોજ પંચની મીટીંગ મળેલ તેમાં ઉપરોક્ત બંધારણ તેમજ નિયમો સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે.

પ્રમુખશ્રી
મંત્રીશ્રી

Pic Note: Please click on Image to Download copy of GST book issued by samaj

GST :-


સાધર્મી ભાઈઓ - બહેનો , વડીલો તથા યુવાનો,
સાદર જય જિનેન્દ્ર ,

સહર્ષ જણાવવાનું કે આપણા સમાજના ઓનલાઇન ઇ-વસ્તીપત્રક ની વેબસાઈટ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગઈ છે તેમજ આશા રાખીએ છીએ કે આપ સર્વેને આપના Login ID તેમજ તેના Password પણ મળી ગયા હશે.

ઇ-વસ્તીપત્રક તથા વેબ સાઇટ બનાવવા માટેનો આપણો મુખ્યહેતુ એ છે કે સમાજના દરેક વ્યક્તિ વિવિધ પ્રકારે આનો મહત્તમ લાભ મેળવી શકે તે માટે તેના પ્રથમ ચરણરૂપે આવનાર દિવસોમાં નામદાર કેન્દ્ર સરકાર દ્વારા લાગુ થનાર GST (Goods & Servies Tax) ના કાયદાને લઈને વેપારી આલમમાં ઘણી મૂંઝવણ છે તેને દૂર કરવા તેમજ કાયદાની પરિભાષાને સરળ શૈલીમાં સ્પષ્ટ કરવા માટે આપણા સમાજના યુવા C.A. Rinkesh Kirtibhai Shah એ એક માર્ગદર્શિકા તૈયાર કરી છે તેને આપણે વેબસાઈટ પર મૂકીએ છીએ જેનો મહત્તમ લાભ આપણા સમાજના મહત્તમ વેપારી ભાઈઓ મેળવે તેવી અમારી સમાજવતી મંગલભાવના છે.

GST ના કાયદા અંગે માર્ગદર્શિકા તૈયાર કરવા માટે C.A. Rinkesh Kirtibhai Shah એ પોતાનો અમૂલ્ય સમય આપીને સમાજોપયોગી કાર્ય કરવામાં મદદ કરી છે તે ખુબજ આવકારદાયક છે તેમજ તેમના ખુબજ આભારી છીએ તેમજ ભવિષ્યમાં પણ દરેક ક્ષેત્રના નિષ્ણાંત યુવાનો આ રીતે આપણને અલગ-અલગ ક્ષેત્રોમાં મદદગાર બનશે તેવી આશા રાખીએ છીએ.........


લી.
સુભાષ એસ. કોટડીયા (પ્રમુખ)
મુકેશકુમાર બી. શાહ (મંત્રી)
મિતેશકુમાર એમ. મહેતા (ખજાનચી)
શ્રી બે.દ.હું.દિ. જૈન ચોખલા પંચ.

image

પ્રમુખશ્રીની કલમે :-


શ્રી બેતાલીશ દશા હુમ્મડ દિગંબર જૈન ચોખલા પંચ સમાજના સર્વે સાધર્મી ભાઈઓ , બહેનો તથા વ્હાલા બાળકો,

સાદર જય જિનેન્દ્ર ,

સમાજ સમક્ષ અત્યાધુનીક ટેક્નોલોજી અને અત્યાધુનીક સોફ્ટવેર સભર તેમજ સમાજની મહત્તમ જરૂરીયાતને પૂર્ણ કરી શકે તેવું અનેકવિવિધ માહીતીસભર ઇ-વસ્તીપત્રક સમાજ સમક્ષ વિમોચન થવા જઇ રહ્યું છે તે મંગલવેળાએ હું ખુબજ હર્ષ તેમજ આનંદની લાગણીનો અનુભવ કરું છું.

આપણા સમાજના યુવાવર્ગ પાસે કેવી અને કેટલી હકારાત્મક તેમજ સર્જનાત્મક પ્રતીભા છુપાયેલી છે તેનો એક નાનકડો પરિચય આ ઇ-વસ્તીપત્રક ના માધ્યમથી આપણસૌને મળે છે. આવા સમાજોપયોગી સુંદર કાર્ય કરવા બદલ ઇ-વસ્તીપત્રક કમીટીના સર્વે યુવામિત્રોને મારા અંતરના ઓવારેથી ધન્યવાદ પાઠવું છું તેમજ ભવિષ્યમાં પણ થનાર આપણા સમાજના આવાજ સમાજોપયોગી સુંદર કાર્ય કરવા માટે આપ સર્વે સદૈવ તત્પર રહેશો એવી આપ સર્વે યુવમિત્રો પાસેથી અપેક્ષા રાખું છું.

સમાજના દરેક વ્યક્તિને આ ઇ-વસ્તીપત્રક પોતાના વ્યવસાય માટે , ઘરના શુભ પ્રસંગે સગા-વ્હાલા ને આમંત્રણ પાઠવવા માટે , સારા – નરસા પ્રસંગોની એક -બીજાને જાણ કરવા માટે , યુવાન દીકરા -દીકરીઓના વેવિશાળ માટે , એક-બીજાની વ્યવસાયીક જરૂરીયાત પૂરી પાડવા માટે, પોતાના વ્યવસાય માટે જરૂરી સ્ટાફ ની ભરતી કરવા માટે , સમાજના જ ભાઈ-બહેનોને વ્યવસાયીક મદદરૂપ થવા માટે તેમજ આવા અનેક સારા કાર્યો માટે વિવિધ રીતે મદદરૂપ નીવડશે તેમજ સમાજના દરેક વ્યક્તિ આ ઇ-વસ્તીપત્રક નો મહત્તમ લાભ લે તેવી મારી મંગલ ભાવના છે.

ઇ-વસ્તીપત્રકની યુવા કમીટીએ આ ભગીરથ કાર્યને સુપેરે પૂર્ણ કરવા માટે અથાગ પરિશ્રમ કર્યો છે તેમજ ઇ-વસ્તીપત્રક બનાવવા માટે થનાર ખર્ચનો બોજો સમાજ ઉપર ના પડે તેના સારું વિવિધ પ્રકારની યોજનાઓ તૈયાર કરીને આવકનો સ્તોત્ર તૈયાર કરેલ છે તેને માટે સમાજ ઇ-વસ્તીપત્રકની યુવા કમીટી નો સદૈવ ઋણી રહેશે.

ફરી એકવાર આપ સર્વેને મારા સાદર જય જિનેન્દ્ર , એજ લી .
આપ સર્વેનો હિતેચ્છુક ,

(સુભાષ એસ. કોટડીયા )
પ્રમુખ,
શ્રી બેતાલીશ દશા હુમ્મડ દિગંબર જૈન ચોખલા પંચ
image
  • "Indeed its a great experience working on this digitalisation. This will definitely take our samaj on all together a different level. Moreover this is really a cost/paper saving initiative taken by our samaj. We are extremely thankful to the person/people who have taken efforts to make this possible. I am sure people will definitely find it user friendly app and easily accessible from anywhere. Also for new/coming generation its really beneficial for e.g. who are not able to identify certain people, this app will make everything possible for them. This also serves purpose of connecting people in very short time...Results of this will be nothing short of outstanding.Lastly this a just a beginning... There is much more to come... seems similar project to Digital India I.E. *Digital 42 Dasha Hummad Samaj* "

    Jimmy Shah
  • "In this era of digitization, successful launch of fully digital e-vasti patrak is a stepping stone towards bringing our 42samaj to unique platform which provides one stop solution serving to all needs of our community much faster and simpler way. "

    Samkit Gandhi
  • "E-Vastipatrak will prove to be pivotal and New Benchmark for Our Samaj. We are confident to say that Digital Era Starts with this new Online Portal. It feels great to be Part of Digital Revolution. "

    Nilay Shah
image

મંત્રીશ્રીની કલમે :-


સાધર્મિ ભાઈઓ તથા બહેનો

સાદર જય જિનેન્દ્ર ,

આપણો બેતાલીસ દશા હુમ્મળ દિગમ્બર જૈન મુમુક્ષુ સમાજ આપ સોના સાથ તથા સહકાર થી સતત પ્રગતિ કરી રહ્યો છે સમાજ ને સતત પ્રગતિશીલ રાખવા તથા નવા જમાનાના તાલ સાથે તાલ મિલાવી તથા પૂજ્યશ્રી ગુરુદેવના બતાવેલા માર્ગ સાથે સંકળાઈને. રહે તે માટે આપણે આ ઓનલાઈન પોર્ટલ બનાવેલ છે.

આપ સોને આ પોર્ટલ મદદરૂપ થશે તેમજ સમાજને જોડી રાખવામાં પણ મદદ કરશે. ઓનલાઈન પોર્તાલને પહેલાની જેમજ આપનો સાથ તથા સહકાર મળી રહેશે તેવી આશા સાથે.

આપનો,
મુકેશકુમાર બાબુલાલ શાહ.
મંત્રી